464: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૬૪ - ફસલને માટે પ્રભુનો આભાર == {| |+૪૬૪ - ફસલને માટે પ્રભુનો આભાર |- |ટે...")
(No difference)

Revision as of 01:42, 6 August 2013

૪૬૪ - ફસલને માટે પ્રભુનો આભાર

૪૬૪ - ફસલને માટે પ્રભુનો આભાર
ટેક: આપણી ચોગમનાં શુભ દાનો, આકાશેથી આવે છે;
તેથી પાડ પ્રભુનો માનો, કારણ કે તે પ્રીતિ છે.
ખેતરને તૈયાર કરીને વાવીએ બહુ આશાએ,
દેવ પ્રભુ તે ઉગાડે છે, પાણી પણ પ્રેમે પા એ.આપણી.
શિયાળે શીતળતા આપે ઉનાળાથી તપવે છે,
ચોમાસામાં મેહ વરસાવી, વાવેતરને ખીલવે છે. આપણી.
આ દુનિયાનાં સઘળાં વાનાં, તેજોમય તારા નભના,
ખેતરનાં સુંદર ફૂલ વૃક્ષો, એ છે કામો ઈશ્વરનાં. આપણી.