450: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૫૦ - પાળકની દીક્ષા == {| |+૪૫૦ - પાળકની દીક્ષા |- | |કર્તા : જેમ્સ મંટગમરી,..." |
(No difference)
|
Revision as of 10:07, 5 August 2013
૪૫૦ - પાળકની દીક્ષા
| કર્તા : જેમ્સ મંટગમરી, ૧૭૭૧-૧૮૫૪, ૮ સ્વરો | |
| અનુ. : કા. મા. રત્નગ્રાહી | |
| ૧ | હે પ્રભુ, આત્મા દે તું ખાસ, દીક્ષા જે પામ્યો તારો દાસ; |
| દે સુદાનો ને સારા ગુણ, તું પે'રાવજે ન્યાયાભૂષણ. | |
| ૨ | તુજ પાસે શીખી શિખાડે, સૌને તુજ સત્ય પમાડે; |
| સંધા પાળકો તુજ પાસે જ્યોતિઓ જેવા પ્રકાશે. | |
| ૩ | દેજે તું બુદ્ધિનો પ્રકાશ, ધૈર્ય, નમ્રતા ને વિશ્વાસ; |
| રાખી તારા લોકને ઉરે રાખે પ્રીતિ સહુ ઉપરે. | |
| ૪ | ન ધૈર્ય તેઓ તો હારે, ચોકી રાખી સૌને ચારે; |
| આપી ચારો ભૂલો ટાળે, ઘેટાં ને હલવાનને પાળે. | |
| ૫ | તેઓની સેવા પૂરી થાય, આશામાં સંધું મૂકી જાય; |
| અમો ને તેઓ સૌ સાથે, રહીએ ઈસુની સંગાથે. |