446: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૪૬ - પ્રભુભોજન == {| |+૪૪૬ - પ્રભુભોજન |- | |૮ સ્વરો |- | |કર્તા : જોન મોરીસન, ૧..." |
(No difference)
|
Revision as of 00:43, 5 August 2013
૪૪૬ - પ્રભુભોજન
| ૮ સ્વરો | |
| કર્તા : જોન મોરીસન, ૧૭૫૦-૯૮ | |
| અનુ. : આર. ગિલેસ્પી અને જે. વી. એસ. ટેલર | |
| ૧ | ખ્રિસ્તે કરી પાપ નિવારણ પાપીઓને દીધું તારણ; |
| મોતને જીતી જીવતો થયો, મહા પ્રતાપે સ્વર્ગે ગયો. | |
| ૨ | પ્રેમ અનુપમ તેણે કીધો, પાપનો બોજો માથે લીધો; |
| ભક્તો, માનો તેનું મરણ, ભોજને સહુ રાખો સ્મરણ. | |
| ૩ | ખ્રિસ્તે કહ્યું, "પાછો આવીશ, સહુ મૂએલાંને ઉઠાડીશ; |
| ત્યાં લગ મારું સ્મરણ કરો ને ભરોસે આશા ધરો." | |
| ૪ | ખાન ને પાન એ પ્રેમ બતાવે, મારું પૂરું કામ જણાવે; |
| ખાતાં પીતાં ભાવ વધારો, જણો મેં કર્યો ઉગારો. | |
| ૫ | જીવનકાળે જીવન ઝાલો, સ્વર્ગને માર્ગે પગલાં વાળો; |
| પાપ ને મોતને હું મટાડું, પુણયદાને જીવ પમાડું. |