441: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૪૧ - બાપ્તિસ્મા == {| |+૪૪૧ - બાપ્તિસ્મા |- | |"તેઓ તેની પાસે બાળકો લાવ્યા..." |
(No difference)
|
Revision as of 00:12, 5 August 2013
૪૪૧ - બાપ્તિસ્મા
| "તેઓ તેની પાસે બાળકો લાવ્યા." | |
| કર્તા : વિલ્યમ રોબર્ટસન, ૧૮૨૦-૬૪ | |
| અનુ. : એમ. વી. મેકવાન | |
| ૧ | બન્યો બાળ નાનો ઈસુ ખ્રિસ્ત ત્રાતા, |
| મહા નામ જેનું દૂતો ગીત ગાતા ! | |
| હતો ગૌરવી દેવ જે સ્વર્ગનો તે | |
| થયો બાળનો મિત્ર એ પૂર્ણ પ્રીતે ! | |
| ૨ | પ્રભુને પિછાને સહુ માટ આવ્યો, |
| અને સ્વર્ગથી શુભ સંદેશ લાવ્યો : | |
| "સહુ બાળ દો આવવા મુજ પાસે, | |
| નકી રાજ સ્વર્ગી શિશુ કેરું થાશે." | |
| ૩ | અમે બાળ લાવ્યા, પ્રભુ, તુજ નામે, |
| થવા વારિ સંસ્કારના શુભ કામે. | |
| પ્રભુ, દે કૃપા રક્ષ આ બાળ તારાં, | |
| અને સ્નાન દે દિવ્ય આત્માથી તારા. | |
| ૪ | કરે સર્વ બાળો દૂતો જેમ સેવા, |
| પ્રભુ રક્ષજે તું તણે માર્ગ રે'વા. | |
| સહુ બાળને આપ આશિષ સારા, | |
| ધરી નામ તેઓ તણાં હસ્ત તારા. | |
| ૫ | સ્તુતિ ગાય પ્રત્યેક આ બાળ તારી, |
| સહુ સ્વર્ગનાં સૈન્યની સાથ સારી. | |
| પિતા, પુત્ર ને આત્મા શુદ્ધ સ્વામી, | |
| સદા ધન્ય ! ત્રિધન્ય હો ! સ્વર્ગધામી. |