437: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Created page with "== ૪૩૭ - લગ્નગીત == {| |+૪૩૭ - લગ્નગીત |- | |ગરબી |- | |કર્તા : જે. એ. પરમાર |- | |ટેક : |..."
(No difference)

Revision as of 23:46, 4 August 2013

૪૩૭ - લગ્નગીત

૪૩૭ - લગ્નગીત
ગરબી
કર્તા : જે. એ. પરમાર
ટેક : વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! તારી સેવામાં લેજે સ્વીકારી !
વાધે પ્રેમ પરસ્પર એવો રે,
જાણે એક જ અંગ હોય તેઓ રે,
અન્યોઅન્ય રહે સહકારી.
વધૂવર.
રિદ્ધિ, સિદ્ધિ, સુબુદ્ધિ દેજે રે,
સદા એમની સંગે રહેજે રે,
દેજે દીર્ઘાયુષ્ય વધારી.
વધૂવર.
નવદંપતી નવજીવન માણે રે,
નિજ ઘર સ્વર્ગસમ અજવાળે રે,
બને આદર્શમય નરનારી.
વધૂવર.
શુભ લગ્ન તણા શુભ કામે રે,
મળી સકળ સભા આ ઠામે રે,
આશિષવૃષ્ટિ તું કર આ વારી.
વધૂવર.