212: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૧૨ - પવિત્રાત્માને વિનંતી== {| |+૨૧૨ - પવિત્રાત્માને વિનંતી |- | |મરહણ છ...")
(No difference)

Revision as of 01:25, 4 August 2013

૨૧૨ - પવિત્રાત્માને વિનંતી

૨૧૨ - પવિત્રાત્માને વિનંતી
મરહણ છંદ
કર્તા: જે. વી. એસ. ટેલર
સંભારક આત્મા, આવું હાથમાં, કર મુજ હૈડે વાસ;
મુજ મનની સંદર કરજે મંદર, તેમાં તુજ પ્રકાશ.
મુજ પાપ જણાવી, પ્રેમ કરાવી ઈસુ પાસે લાવ;
મુજ ભટક્યા મનને, ભૂલ્યા જનને ઈશ્વર જ્ઞાન જણાવ.
સૌ સંદેહ કાઢી, હઠને પાડી આપ ખરો વિશ્વાસ;
ભય દૂર કરાવી ગર્વ તજાવી, નમ્ર મને કર ખાસ;
પરમેશ્વર પાસે, માનવ વાસે, છે મારા અપરાધ;
બહુ છે મુજ મનમાં ને મુજ તનમાં, અગણિત એ વિખવાદ.
રે કોણ ગણે તે, કોણ ભણે તે મારા મોટા દોષ?
તે કોણ મટાડે? કોણ સંતાડે ? કોણ આપે સંતોષ?
નહિ માનવમાં બળ, દૂતોમાં કળ, કરવાને પરિહાર;
છે એકલ ઈસુ, તે જ ધરીશું, જેથી છે ઉદ્ધાર.