429: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૨૯ - નવીન વર્ષ == {| |+૪૨૯ - નવીન વર્ષ |- | |સવૈય એકત્રીસા |- | |કર્તા: કા. મા. ર..." |
(No difference)
|
Revision as of 09:44, 3 August 2013
૪૨૯ - નવીન વર્ષ
| સવૈય એકત્રીસા | |
| કર્તા: કા. મા. રત્નગ્રાહી | |
| ૧ | જો આજે જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાણ, |
| નવીન વરસ બેઠું છે આજે, પ્રથમ દિવસનો પ્રગટયો ભાણ; | |
| અતિ હર્ષે પ્રભુ પાય પડીને દીન મને યાચો બહુ વાર, | |
| સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર. | |
| ૨ | જૂનું વર્ષ ગયું તે સાથે જાઓ જૂનું જે અમ માંય, |
| નવીન વરસમાં નવીનપણાએ અમથી કૃતિ શુભ થાય; | |
| આત્માનું અજવાળું આપી, તિમિર તમામ કરી સંહાર, | |
| સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર. | |
| ૩ | સુવાર્તાના સેવકમાં બહુ આતુરતા ને હોંસ વધાર, |
| વધામણીની વાતો વદવા બળ દઈ ખુલ્લાં કર સહુ દ્વાર; | |
| ત્રાણપ્રભાકર પૂર્ણ પ્રકાશે અંધારામાં ઠારો ઠાર, | |
| સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર. | |
| ૪ | આ ભૂતળના બહુ ભાગોમાં અંધારે વસનારા જેહ, |
| ઈસુ પાસે શીશ નમાવી અજવાળું સહુ પામે તેહ; | |
| સર્વ જનોમાં ગીત ગવાએ, થાઓ ઈસુનો જયકાર, | |
| સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર. |