404: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૦૪ - વિલંબ કરવો નહિ == {| |+૪૦૪ - વિલંબ કરવો નહિ |- | |સવૈયા સત્તાવીસા કે શ..." |
(No difference)
|
Revision as of 07:09, 3 August 2013
૪૦૪ - વિલંબ કરવો નહિ
| સવૈયા સત્તાવીસા કે શરણાગર | |
| "Like mist on the mountains" | |
| અનુ. : જે. વી. એસ. ટેલર | |
| ૧ | ગગને વાદળ, દરિયે વહાણો થોડી વાર જણાય; |
| જીવનના દિન જાશે તેવા, ઝટ ઝટ સંધા જાય. | |
| ૨ | પૂર્વજ સાથે સહુ ભળવાના, મૃત્યુ તણું જ્યાં ધામ, |
| માટે હમણાં નિશ્વે ધારો તારણનું શુભ કામ, | |
| ૩ | ફૂલ જણાશે તાજાં જેવાં, વહેલાં તે ચીમળાય; |
| જોબમ શોભા તેમ ઘટે છે, પળમાં ઝાખી થાય. | |
| ૪ | માટે જ્યાં લગ જીવન રહે છે, ઘટમાં આશ અભંગ; |
| ત્યાં લગ જ્ઞાન વિચાર કરીને કરજો ઈસુ સંગ. | |
| ૫ | થાક મટે એવું ઈચ્છો તો જાજો ઈસુ પાસ; |
| પૂર્ણ વિસામો તે આપે છે, તે દે છે સુખવાસ. | |
| ૬ | સુખનો જો અનુભવ કરવાની છે ઈચ્છા મન માંય, |
| તો સુખ ઝરણ ખરો છે ઈસુ, તેથી તૃપ્ત થવાય. | |
| ૭ | મોત થતાં મોચન માગો તો કરજો ઈસુશોધ; |
| પાપ તણાં સૌ બંધન છોડી માનો એ ઉપબોધ. |