343: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૪૩ - સ્વાર્પણ == {| |+૩૪૩ - સ્વાર્પણ |- |ટેક: |અર્પું તુજને મુજ તન, મન, ધન, ..." |
(No difference)
|
Revision as of 15:05, 2 August 2013
૩૪૩ - સ્વાર્પણ
| ટેક: | અર્પું તુજને મુજ તન, મન, ધન, મુજ જીવન લે, મુજ જીવને લે. |
| દઉં હોમી, પ્રભુ, મુજ સર્વ તદ્દન, મુજ જીવન લે, મુજ જીવને લે. | |
| ૧ | તુજ સ્તંભ, પ્રભુ મુજ ખાંધ ધરું, |
| તવ સેવા તણા પથમાં સંચરું, | |
| ડગ પાછું નહિ કો કાળે ભરું, | |
| મુજ જીવન લે, મુજ જીવન લે. | |
| ૨ | બહુ સંકટ ને તોફાન નડે, |
| બહુ આપદાથી વધુ શૂર ચઢે, | |
| ભલે શિર કદી ધરવું જ પડે, | |
| મુજ જીવન લે, મુજ જીવન લે. | |
| ૩ | તવ રાજ્ય તણી ઝુંબેશ મહીં, |
| સદા સેવા મહીં ઝુકાવું સહી, | |
| યાહોમ કરી પડું પાછો નહીં, | |
| મુજ જીવન લે, મુજ જીવન લે. | |
| ૪ | જગ પાળક, તારક, સ્વામી મારા, |
| સહુ સોંપી દઉં મમ, પ્રભુ પ્યારા, | |
| ધરું મસ્તક હું ચરણે તમારા, | |
| મુજ જીવન લે, મુજ જીવન લે. |