317: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૧૭ - પ્રાર્થના કર્વા વિષે == {| |+૩૧૭ - પ્રાર્થના કર્વા વિષે |- |૧ |પ્રા..." |
(No difference)
|
Revision as of 12:01, 2 August 2013
૩૧૭ - પ્રાર્થના કર્વા વિષે
| ૧ | પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, નિત પ્રાર્થ કરો; |
| પ્રાર્થ કરો દિનરાત તમો, નહિ થાક ધરો; | |
| ગાન કરો સત્શાસ્ત્ર ભણો, અતિ ભાવ થકી; | |
| પ્રાર્થ કરિ તમ પ્રાર્થ કરો, નિશદિન નકી. | |
| ૨ | પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, બહુ જીત થશે; |
| પ્રાર્થ તણા સત્શસ્ત્ર વડે, અરિ દૂર ખસે; | |
| પ્રાર્થ કરો વિશ્વાસ થકી, સહુ દુ:ખ જશે; | |
| પ્રાર્થ કરો દિનારાત તમો, સત સુખ થશે. | |
| ૩ | પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો દુર્બુદ્ધ જશે, |
| પ્રાર્થ વડે મળતા બળથી, મન શુદ્ધ થશે; | |
| પ્રાર્થ કરો નિત જાગૃત રહી, નહિ થાક ધરો; | |
| ખ્રિસ્ત તણી શુભ સેવ કરી, ભવ પાર તરો. | |
| ૪ | પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, સહુ ભ્રાન્ત ટળે; |
| પાપ ટલે, મન શાંત વળે, શુભ ત્રાણ મળે; | |
| દાસ કહે તમ પ્રાર્થ તણો, નિત શ્વાસ ધરો; | |
| જીવનના સહુ દિવસમાં, નિત પ્રાર્થ કરો. |