SA143: Difference between revisions
Jump to navigation
Jump to search
SA143 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ટેક - ખ્રિસ્ત છે મારો હાલોલૂયા? ખ્રિસ્ત છે વહાલો મને બહું, ખ્રિસ્ત છે મારો વહાલા ત્રાતા, હું પણ તેનો વહાલો છું. | |
| ૧ | સ્વર્ગમાં જનાર હું છું સિપાઇ, સ્વર્ગી દેશ છે મારું ઘર; આવો, સાંભળો મારી સાક્ષી, નવું મન આપ્યું ઇશ્વર. |
| ૨ | હું કેમ કરી આ યુદ્ધમાં આવ્યો, એ હું હાલમાં તમને કહું; ખ્રિસ્તીનો પ્રેમ મજ પર રેડાયો, તેથી નમી ગયો હું. |
| ૩ | જયારે મેં યુદ્ધ કરવા માંડ્યું, લોકે કહ્યું “ ટકશે નહિ”. ભૂલ મોટી તેઓએ ખાધી, આજ સુધી છું ફોજની મહીં. |
| ૪ | ઘણા લોક અચરજ પામે છે, ફેરફાર જોઇ મારામાં; આ તો બધું દેવનું કામ છે, સ્તુતિ કરું છુંહમણાં. |
| ૫ | મોત નદી પર જયારે આવું, યોદ્ધા જેવો હું ગાઇશ; “મુકિત મને દે છે ઇસુ”. ગાતાં ગાતાં સ્વર્ગે જઇશ. |