SA63

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - હુંપદ ધરો ન કોઇ, એક દિન મરી જવાના,

એક દિન મરી જવાન ભાઇઓ, એક દિન મરી જવાના.

૧. કાયા તણા કિનારા, માયા તણા મિનારા,

માથે પાપોના ભારા, એક દિન મરી જવાના.

ર. કર્યા મોટાં જે કામો, અમર રહે ન નામો,

શા માટે દુઃખડાં પામો, એક દિન મરી જવાના.

૩. દોલત ન આવે સાથે, ભેગી કરો શા માટે,

જવાનું ખાલી હાથે, એક દિન મરી જવાના.

૪. ઇસુની પાસે આવો, કરો ખરો પસ્તાવો,

લઇ લો સ્વર્ગનો લા’વો,એક દિન મરી જવાના.

૫. જીવન ઇસુને ધરજો, સત્યપંથે વિચરજો,

કામો નીતિનાં કરજો, એક દિન મરી જવાના.