SA467

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Behold ! behold the Lamb of God

Eng.S.B.107
Behold the Lamb.330.
We’re translling, 336
8.3.8.3.8.8.8.3

જૂઓ! ઇશ્વરના હલવાનને, વધસ્તંભ પર;

તે મૂઓ છે આપણે બદલે, વધસ્તંભ પર;
સૂણો રે સૌ તેનો પોકાર,પાપીઓ કેમ થાઓ મરનાર!
લે છે તે સધળાં પાપનો ભાર, વધસ્તંભ પર;

જુઓ હાથ બંન્ને લંબાવેલ, વધસ્તંભ પર;

હાથ પાયને કૂંખ વીંધાયેલ, વધસ્તંભ પર;
સૂર્ય નથી દેતો અજવાળ,ઘોર અંધકાર છે મધ્યાનઃ કાળ,
ઇસુ કરે છે યુદ્ધ વિકાળ, વધસ્તંભ પર,

બધા લોક ત્રાતાને જુઓ, વધસ્તંભ પર;

તમારે માટે તે મૂઓ, વધસ્તંભ પર;
ધરતી કાંપે ખડક ફાટે, એટલામાં ખ્રિસ્ત જગને માટે,
ખુલ્લી મૂકી મુક્તિ વાટને, વધસ્તંભ પર.

હવે શૂરવીર જયવાન થયો,વધસ્તંભ પર;

આ ભારે યુદ્ધનો અંત આવ્યો, વધસ્તંભ પર;
મરનાર જુએ આકાશ ભણી,"પુરું થયું" સંભળાય વાણી
પ્રાણ છોડે શેતાનને હણી, વધસ્તંભ પર,

જ્યાં જાઉ ત્યાં હું સંભળાવું, સ્તંભની વાત;

હું કેવળ એમાંજ હરખાઉં સ્તંભની વાત;
સૌને સંભળાવું આ સંદેશ,હા રાતને દિન સદા હંમેશ,
કે તે મૂઓ મજ કાજ વિશેષ, વધસ્તંભ પર;