SA4

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
પહેલું રે પગથિયું, પોતાને ઓળખવું;

કેવું રે ભૂંડું થયું, હે મારા મન તું ?

બીજું રે પગથિયું, પાપનો પસ્તાવો;

સઘળી રે ભૂંડાઇ પર, રાખું કંટાળો.

ત્રીજું રે પગથિયું, પાપની કબૂલાત;

મેં કેટલી ભૂંડાઇ, કરી સૌની સાથ.

ચોથું રે પગથિયું, દરેક પાપને તજવું;

સઘળી ભૂંડાઇ મૂકી, મારા દેવને ભજવું.

પાંચમું રે પગથિયું, પાપની માફી માગવી;

મજ પર દયા કરજે, શુદ્વ કરી ડાઘથી.

છઠ્ઠું રે પગથિયું, દેવને આઘીન થાવું;

તન મન તેને સોંપી, તારી પાછળ આવું.

સાતમું રે પગથિયું, તારક વિશ્વાસ;

ઇસુ તારે છે હાલ, કરે તેનો વારસ.

ધન ધન મારા પ઼ભુજી, ધન ધન ઇસુ ત્રાતા;

મને મુક્તિ મળી છે, ધન ધન મુક્તિ દાતા.