SA246

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
૧ હે ત્રાતા ઇસુ સ્વર્ગથી, આવી કૃપાએ કરજે સહાય,

આ જગનો પ્રેમ કાઢ મનમાંથી, ને તેમાં પોતે રહે સદાય,

તારી પવિત્ર હજુરાત, મજ તલપી રહેનાર મન ભરે,

કે જે કરે તારી જ ઇચ્છા, ને તારામાં જ આનંદ કરે,

હાલથી કોઇ પણ અશુદ્ધ વિચાર, હું નહિ રાખું મજ મનથી માંય,

મજ પર તું પોતે કર અધિકાર, ને મને નિર્મળ રાખ સદાય.

ધન,માન,મોજ શોખ અને જે સર્વ, આ ક્ષણિક જગત દઇ શકે,

સૌને હું ત્યાગું સુદ્ધાં ગર્વ, ખ્રિસ્ત પર મારો પ્રેમ ટકે.