SA218

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ત્રાતા, તુજ પાસ છીએ આવનાર, તારે પગે લાગીને;

આશીર્વાદની આશા રાખનાર,આત્માનું બાપ્તિસ્મા દે.
ટેકઃ આત્મા રેડજે,આત્મા રેડજે,મારા અંતઃકરણ પર;
અને આ પળથી માંડને, તારા લોક ને જાગૃત કર,

તારી તિક્ષ્ણ નજર આગળ, મન અમારાં ખુલ્લાં રાખજો.

અગ્નિથી તું હવે શુદ્વ કર, અમને દે આત્મા તારો.

મારાં સમય તથા બુદ્વિ, ખુશીથી સોપું છું હાલ;

તારાં વચનો પર ટેકી, અગ્નિ પામું છું તત્કાળ.

હાલેલૂયા ! આગ પડે છે, ભસ્મ કરે સઘળાં પાપ;

મારો સ્વભાવ શુદ્વ કરીને, મજ પર ખ્રિસ્ત મારે છે છાપ.