SA165

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ઇસુની વાણી સાંભળી, "મજ પાસ લે વિશ્રાંતિ";

ઓ કષ્ટ કરનાર,તું આવ, અને તુજને આપીશ શાંતિ.
ખ્રિસ્ત પાસ ગયો હતો તેવો, ઉદાસ, કમજોર, દુ;ખી;
તેમાં જડ્યું વિશ્રાંતિ સ્થાન ને હું થયો સુખી.

ઇસુની વાણી સાંભળી, " તૃષિત માનવ તું આવ,

આપું મફત જીવનનું જળ લે, પી, ને થા સજીવ."
ઇસુ પાસ આવ્યો ને પીઘું, જીવન જળ માહેથી;
આત્મા મારો થયો સજીવ, ને જીવું છું તેથી.

ઇસુની વાણી સાભળી, "હું છું જગનુ અજવાળ",

મજ સામે જો થશે પ્રભાત, થશે તેજ સદાકાળ;
ઇસુ ગમ જોયું ને મળ્યો, તેથી પૂરો પ્રકાશ;
સ્વર્ગ્રે. પહોંચતાં લગ જીવનના, તે તેજમાં ચાલીશ ખાસ.