SA112

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
મહા મહિમાએ પ્રભુ ઇસુ આવશે જો.

પવિત્ર દુતોની તે ફોજ સાથે લાવશે જો.

રણશિંગડાના નાદ ત્યારે વાગશે,

સવઁ મએલાઓ ઊધમાથી જાગશે જો.

બકરા ધેટાની જયારે જુદા પાડશે જો.

ત્યારે પાપી લોકો થરથર કાપશે જો.

કહેશો પહાડોને પડો પણ નહિ ઢાકશો જો.

ત્યારે પાપી લોકો હાય હાય પોકારશે જો.

દુષ્ટો પાપોનુ વેતન નરક પામશે જો.

તે દુઃખમાથી તે વારશો આવશે જો.

પ્રભુ પોતાના લોકોને બોલાવશે જો.

અંનત સુખનો તે વારશો આવશે જો.