SA109

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
દશ કુમારિકાઓ નીકળી. ગઇ વરને મળવા બા’ર

મળવા ચાલી સુંદર વર રાજાને.

સહુ મશાલો લઇને નીકળી. થઇ વરને આવતાં વારઃ

મળવા ચાલી સુંદર વર રાજાને.

સહુ ઊંધી ગઇ ઝોકાં ખાઇ. મધરાતે પડયો પોકારઃ

મળવા ચાલી સુંદર વર રાજાને.

હતી પાંચ ડાહી મહીં સુંદરી. તેઓ થઇ ગઇ તૈયાર;

મળવા ચાલી સુંદર વર રાજાને.

હતી પાંચ તેમાંથી મૂરખી, નતુ તેલ પાસે્ર લગારઃ

મળવા ચાલી સુંદર વર રાજાને.

તેમની મશાસો હોલવાઇ જાય છે. મંડી લવમાસવા તે વાર;

મળવા ચાલી સુંદર વર રાજાને.

ગઇ ચૌટામાં દીવેલ ખોળવા. વીત્યો વખત રહી ગઇ બારઃ

મળવા ચાલી સુંદર વર રાજાને.

આવી પાછી. જુઓ. સહુ બાળાઓ.દીઠાં બંધ કરેલાં દ્વારઃ

મળવા ચાલી સુંદર વર રાજાને.

રૂએ. પેાકારે સવઁ સુંદરીઓ. અરે પ્રભુ, તું દ્વાર ઉધાડઃ

મળવા આવી સુંદર વર રાજાને

૧૦ પ્રભુ કહે. સૂણો સહું સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર ?

મળશો નહિ સુંદર વર રાજાને.

૧૧ હું તો પિછાણું નહિ. બાળા. તમને, તમે સદાય રહેશો બા’ર;

મળશો નહિ સુંદર વર રાજાને.