Bhajan Sangrah:About

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧ – પ્રભુનું સ્તોત્ર

૧ – પ્રભુનું સ્તોત્ર
ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે.

જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા,

ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો,

કારક, ભાષક, શ્રોતા

ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે;
નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે.

ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા;
જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા.

સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી;
ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.