99

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૯૯ - ઊંચકી ચલાવ્યો

૯૯ - ઊંચકી ચલાવ્યો
(રાગ : દીવડો બુઝાયો આજે)
કર્તા : એન. જે. જયેશ
ટેક : ઊંચકી ચલાવ્યો, કોને ઊંચકી ચલાવ્યો ! શૂળીએ રે રે કોને ચડાવ્યો !
કોને જડાવ્યો, થંભે કોને જડાવ્યો ! શૂળીએ રે રે કોને ચડાવ્યો !
ખુદ હતો એ પ્રેમ સ્વરૂપા, રહેમ રહી હ્રદયે શું અનુપા,
એને, શું એને શિરે કંટક તાજ ચડાવ્યો !- શૂળીએ.
"માફ કરો, હે બંધવ પ્યારો, એક નહિ પણ વાર હજારો,"
શીખવનારો એવું, તેને ચાબુકથી ફટકાર્યો - શૂળીએ.
જેના હાથ કરે સૌ સાજા, પાય દયાનાં કામો જાતા,
ખીલા હાથ પગોએ ઠોકી, ઠોકી જકડી માર્યો - શૂળીએ.
જેના મુખડે હાસ્ય ફરકતું, સ્નેહ, દયા જે નયનો રતું,
એ મુખ ઉપર થૂંકી થૂંકી દિવ્ય પ્ર્ભુ તુચ્છકાર્યો - શૂળીએ.
"કોઈ ગાલ તમાચો મારે, ધરવો બીજો ગાલ તમારે,"
થપડ જોર મારી એને કહેતો કાંઈ અટકાવ્યો - શૂળીએ.
હાથપગેથી લોહી ટપકતું, પાણી પાણી મુખ તલસતું,
"ઓ પ્રભુ, માફ કરો આ સૌને" છેલ્લી પ્રાર્થ ઉચ્ચાર્યો - શૂળીએ.
મોત સહ્યું નીચ થંભ તણું તેં, કારણ પાપ અનેક કર્યાં મેં;
જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - શૂળીએ.

Phonetic English

99 - Unchaki Chalaavyo
(Raag : Divado Buzaayo Aaje)
Kartaa : N. J. Jayesh
Tek : Unchaki chalaavyo, kone Unchaki chalaavyo ! Shuliae re re kone chadaavyo !
Kone jadaavyo, thambhe kone jadaavyo ! Shuliae re re kone chadaavyo !
1 Khuda hato ae prem swarupaa, rahem rahi hrudaye shu anupaa,
Aene, shu aene shire kantak taaj chadaavyo !- Shuliae.
2 "Maaf karo, he bandhav pyaaro, ek nahi pan vaar hajaaro,"
Sheekavanaaro aevu, tene chaabukathi fatakaaryo - Shuliae.
3 Jenaa haath kare sau saajaa, paay dayaanaa kaamo jaat,
Khilaa haath pagoae thoki, thoki jakadi maaryo - Shuliae.
4 Jenaa mukhade haasya faraktu, sneh, dayaa je nayano ratu,
Ae mukh upar thuki thuki divy prabhu tuchchhakaaryo - Shuliae.
5 "Koi gaal tamaacho maare, dharavo bijo gaal tamaare,"
Thapad jore maari ene kaheto kai atakaavyo - Shuliae.
6 Haathpagethi lohi tapakatu, paani paani mukh talasatu,
"O prabhu, maaf karo aa saune" Chelli praartha uchchaaryo - Shuliae.
7 Mot sahyu nich thambh tanu te, kaaran paap anek karyaa me;
Jeevan tav charane arapine, daas sadaa rahu taaro - Shuliae.

Image


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bairagi