97

From Bhajan Sangrah
Revision as of 22:01, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૯૭ - પહાડ પરની વાડી== {| |+૯૭ - પહાડ પરની વાડી |- |૧ |પહાડ પરની વાડીમાં રાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૯૭ - પહાડ પરની વાડી

૯૭ - પહાડ પરની વાડી
પહાડ પરની વાડીમાં રાત્રે અંધારી
પાપી કાજ રડતાં ઘણી રાત કાઢી;
પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી.
ઈસુ, મારા પ્રભુ, તારી સાથે રડું,
માણસોને તારવાને તારે કાજે લડું;
પ્રભુ, મને દેજે પ્રીતડીરે તારી.
લોહી જેવાં ટપકાં કપાળેથી પડયાં,
કોણથી કહેવાય રે, પ્રભુ, દુ:ખ તારાં !
પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી.
નાશમાં જનારાં લાખો નરનારી,
તેઓને, હે પ્રભુ, લાવું ગમ તારી;
પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી.