૯૬ - બાદશાહી ગૌરવ

૯૬ - બાદશાહી ગૌરવ
૮, ૬ સ્વરો
"Majestic Sweetness"
Tune : Ortonville. C.M.
કર્તા : શેમ્યુલ સ્ટેન્નેટ, ૧૭૧૭-૯૫
અનુ. : એમ. ઝેડ. ઠાકોર.
બાદશાહી ગૌરવ બિરાજે, ત્રાતાના લલાટે,
શિર શોભો તેજસ્વી તાજે, કૃપા વહે મુખ વાટે.
મહા સંકટમાં મને જોઈને, ધાયો મારી વહારો;
શાપિત સ્તંભ તેણે સહીને હર્યું મુજ દુ:ખ ભારે.
તેને મનુષ્યપુત્રો સાથ સરખાવી ના શકાય,
સુંદર દૂતો કરતાં મુજ નાથ સુંદરતામાં સોહાય.
મુજ જીવન, શ્વાસ ને સૌ આનંદ તારાં દીધેલાં છે,
મોત પર મને કરી જયવંત ઘોરથી બચાવે છે.
લઈ જાય તે સ્વર્ગ ધામે તેના મુજ થાકેલને ખરે !
દેખાડે દેવનો સૌ મહિમા, મુજ હર્ષ પૂરો કરે.લ્
તારો એ દિવ્ય પ્રેમ અપારે છે મુજ દિલમાં હયાત,
તે કાજ જો હોત હ્રદય હજાર, પ્રભુ, તે તારાં થાત.