95

Revision as of 20:37, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૯૫ - ગૌરવી રાજા== {| |+૯૫ - ગૌરવી રાજા |- | |(માથ્થી ૨૧ : ૪-૧૬) |- |(રાગ : |ધર્મી લો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૯૫ - ગૌરવી રાજા

૯૫ - ગૌરવી રાજા
(માથ્થી ૨૧ : ૪-૧૬)
(રાગ : ધર્મી લોગોંકી પ્રાર્થના, પરમેશ્વર નિશ્વે સુનેગા)
કર્તા : જે. એસ. પ્રકાશ
ટેક : દેખ સિયોની, ઓ સુકન્યા, રાજા આવે છે,
વછેરે સવાર થઈને, મસીહા આવે છે.
નાદ ગજાવો, જય પોકારો, વસ્ત્ર બિછાવો,
રાજાધિરાજ, પ્રભુનો પ્રભુ, તેને વધાવો.
ભાગળ સજો, ઓ સિયોની, ધ્વજા ફરકાવો,
નાદ ગજાવો રણશિંગડાના, રાજન વધાવો.
બાળ સિયોની, ચૂપ રહો ના, ગાઓ હોસાના,
ચૂપ રહો તો પથ્થર ગાજે, "જય જય હોસાના."
પ્રભુ નામે રાજન આવે, આશીર્વાદિત થાય,
પરમ ઊંચે, ઊંચે હોસાના," ગાજે સમુદાય.
શાલેમ નગર ભયભીત બને, "શાનો સમુદાય?"
"ગાલીલવાસી ઈસુ નાઝારી, પ્રબોધક જનાય."
મનમંદિરે આવો, રાજન, અર્પું દિલાસન,
ઘટમાં આવો, થાઓ કૃપાવંત, આપ કરો આસન.