92

Revision as of 20:32, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૯૨ – પ્રભુ ઈસુની યરુશાલેમમાં પધરામણી== {| |+૯૨ – પ્રભુ ઈસુની યરુશાલેમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૯૨ – પ્રભુ ઈસુની યરુશાલેમમાં પધરામણી

૯૨ – પ્રભુ ઈસુની યરુશાલેમમાં પધરામણી
મેળાઓમાં જય જય મેળો, યરુશાલેમની માંય
પાછળ ઈસુની દુનિયા સર્વા ગઈ.
યરુશાલેમ નજદીક ઈસુ આવ્યા પર્વત પાસ,
નગરી રાજાની ઈસુ કહેણ કહે.
સિયોનપુત્રી, રાજા આવે રંક થઈ તુજ પાસ,
નગરી રાજાની ઈસુ ભેટ કહે.
ઈસુ ગુરુએ મંગાવી ખચ્ચર બચ્ચા સાથ,
વસ્ત્રો ગાદી કરી રાય સવારે થયા.
મહાનમંડળ વસ્ત્ર બિછાવે વાટે સવારી રાજ,
ઈસુ રાજાને લાવે પ્રેમ કરી.
વૃક્ષલતાથી આખાય રસ્તે ગૌરવ બહુ શોભાય,
મસીહા રાજાની સ્વારી માન ભરી
લોકો આગળ પાછળ ચાલે મંગળ ભણતા બોલ,
"દાઊદપુત્ર તને જય જય હોસાના.'
પ્રભુને નામે રાજા આવે, આવે આ તે કોણ?
નગરી રાજાની મોટા હર્ષભરી.
ભવિષ્યવાદી નાઝારેથનો, ગાલીલનો કહેવાય,
અગમ ભાખ્યાં જે, તે એ પૂર્ણ કરે.
૧૦ ઈસુ મંદિરમાં જઈ કાઢે, વેપારીઓને બહાર,
નાણાવટીઓના બાજઠ દૂર કરે.
૧૧ આસન કાઢયાં મંદિરમાંથી કબૂતરખાનાં તેહ,
મંદિર દેવ તણું આવી શુદ્ધ કર્યું.
૧૨ "ભજનતણું ઘર કહેવાશે, મુજ, લખીઆ છે આ લેખ,
કીધું ચોરોનું કોતર કેમ અરે !"
૧૩ અંધાં, પંગાં, ઈસુ પાસે આવ્યા મંદિર માંય,
દુ:ખો ટાળ્યાં ને શાંતિ થઈ સદા.
૧૪ મંદિર માંહે બાળક ગાએ મોટેથી શુભ ગાન,
'પરમ ઊંચામાં જય જય હોસાના.'
૧૫ બાળક જેવાં આપો મનડાં ઈસુને જઈ આજ,
અભિષિકત રાજાને ભજવા આવી ઘડી.
૧૬ પ્રેમી ઈસુ પૂજો, બાળક, નર ને નાર,
તારણ આપે છે ખ્રિસ્તનંદ કહે.