82

Revision as of 18:40, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ== {| |+૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ |- |૧ |જો કે કૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ

૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ
જો કે કૂલ તણી બહુ આજ જણાશે,
તોપણ જોતામાં કાલે કરમાઈ સૌ જાશે,
થોડી વાર પછી જુઓ, તેનો ક્ષય થાશે. પણ પ્રેમ.
ટેક : પ્રેમ ફરે નહિ ઈસુનો, નહિ તે કરમાશે.
જોબન કાળ દીપે, તાજા બળ સાથે,
સર્વ પ્રસંગે હર્ખ કરે, નહિ લે દુ:ખ માથે,
થોડાં વર્ષ પછી બદલે, ગોથાં બહુ ખાતે. પણ પ્રેમ.
રાત્રિ વિષે તો ચંદ્ર તણી શોભા બહુ ભાસે,
પૂનમ સુધી તો વધતાં શુભ જ્યોતિ પ્રકાશે,
તોપણ ત્યાંથી નિત્ય ઘટી તનો ક્ષય થાશે. પણ પ્રેમ.
દીપે સૂર્ય ઘણો ઊગતાં, ચળકે શુભ કાંતિ;
મધ્ય લગી જાશે ચઢતો, નમશે ગતિ ત્યાંથી
તેનો વૈભવ લોપ થશે, તો અસ્ત થતાંથી. પણ પ્રેમ.
મોટા સિંધુ તણી ભરતી, તે કેમ ભરે છે !
ચાલી તે ધમકાર થકી બહુ જોર કરે છે;
તોય પછી ત્યાં ઓટ થતે જળ પાછું ફરે છે. પણ પ્રેમ.
સાંજે તો અતિ મંદ હવા મીઠી બહુ વાયે,
જીવ, જનાવર, માનવને તેથી સુખ થાયે;
તોય વિકાર થયે તેમાં તોફાન જણાયે. પણ પ્રેમ.
મિત્રોની અતિ પ્રીતિ ખરી, હોશે બહુ વહાલા;
તોય કદાય અદશ્ય થશે, દીસે મન ઠાલાં;
સ્નેહ તજી રાખી શીખે મોઢાં વિકરાળાં. પણ પ્રેમ.
સૃષ્ટિ વિકારે, ફૂલ ખરે, ને જોબન જાશે;
ચન્દ્ર ઘટે, શુભ સૂર્ય નમે, ને સિંધુ ફરાશે;
મીઠા વાની આંધી થશે, મિત્રો બદલાશે. પણ પ્રેમ.