81

From Bhajan Sangrah
Revision as of 18:39, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૮૧ - ઈસુનો મહાન પ્રેમ== {| |+૮૧ - ઈસુનો મહાન પ્રેમ |- |(હિંદી : |ગીત કી કિતાબ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૮૧ - ઈસુનો મહાન પ્રેમ

૮૧ - ઈસુનો મહાન પ્રેમ
(હિંદી : ગીત કી કિતાબ ૭૯૦ પરથી)
કર્તા : કા. મા. રત્નગ્રાહી
રે સોનાથી કે રૂપાથી બચાવિયા ન તેં, (૨)
હું પાપી માટે તેં રુધિર વહેવડાવ્યું છે. (૨)
ટેક : જય, જય, જય, જય, પ્રભુ ઈસુ, ઓ ત્રાતા પ્રીતિમાન, (૨)
બચાવ્યો પાપી આત્મા મુજ, થંભે આપી નિજ પ્રાણ.
રે સ્નાન, ને દાન, ને તીર્થ સહુ, જપ, તપ, કોઈથી, (૨)
ગયાં ન પાપ મારાં રે, સિવાય લોહીથી.
જો ભાળું હું ભૂમંડળે, ન કોઈ તું સમાન, (૨)
તું પ્રીતિ છે, તું પ્રીતિ છે, દીધો તેં તારો પ્રાણ.