76

From Bhajan Sangrah
Revision as of 02:29, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૭૬ - દયામય સ્વામી== {| |+૭૬ - દયામય સ્વામી |- |છંદ : |ચોપાયા |- |રાગ પદ : |ધનાશ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૭૬ - દયામય સ્વામી

૭૬ - દયામય સ્વામી
છંદ : ચોપાયા
રાગ પદ : ધનાશ્રી કે ભીમપલાસ
(મિશ્ર તાલ : કેહરવા)
કર્તા : કા. મા. રત્નગ્રાહી
સ્વરનું સુખ તેં મૂકી દીધું, માનવ દુ:ખ નિહાળી;
નભથી ભૂ લગ નીચો થઈને, છેક થયો તું ખાલી.
ટેક : જય જય ખ્રિસ્ત દયામય સ્વામી.
તું ધનવાન છતાં નિરધન થઈ આવ્યો આ જગમાંહી;
સ્વર્ગભુવનનો રાજકુંવર તે, દીનપણાને ગ્રાહી. જય.
માતા મરિયમ પેટે જન્મી માનવદેહ તેં ધારી;
નમ્ર ગભાણે પોઢી, વ્હાલા, કોમળ, કોમળ કાયા તારી. જય.
આ જગ માંહે વાસ કરીને જનહિત કાર્યો કીધાં;
અંધા, પંગા, ચંગા કીધા, અંગ પરિશ્રમ લીધા. જય.
પ્રેમ દયાથી નિશદિન વરતી શુભ ઉપદેશ જ દીધો;
તોપણ જગતે અંધ બનીને નાથે ન માની લીધો. જય.
મુજ પાપે બહુ પીડિત કીધો, વીંધ્યાં અંગો તારાં;
ગાઉં નિરંતર તુજ ગુણ-ગીતો, પરમ પ્રિય પ્રભુ મારા. જય.