74

From Bhajan Sangrah
Revision as of 02:25, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૭૪ - આનંદી નાતાલ== {| |+૭૪ - આનંદી નાતાલ |- | |૭ સ્વરો |- | |"See in younder manager low" |- |Tune : |Mendelssoh...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૭૪ - આનંદી નાતાલ

૭૪ - આનંદી નાતાલ
૭ સ્વરો
"See in younder manager low"
Tune : Mendelssohn
ગીત ૬૨ ક
Or Humility,
અથવા ભીમપલાસ
કર્તા : એડવર્ડ કેસવાઁલ,
૧૮૧૪-૭૮
અનુ. : કા. મા. રત્નગ્રાહી
જો, આ સુંદર નાનું બાળ, સૂતું ગભાણે આ કાળ;
પૂરાં હાલ કરાયાં છે વચનો અપાયાં જે. જય.
ટેક : જય આનંદી નાતાલ ! જય પ્રભુના જન્મકાળ !
હરખજે યરુશાલેમ ! ખ્રિસ્ત જન્મ્યો બેથલેહેમ !
પ્રભુ સ્વર્ગનો જે છે રાય, આવ્યો આ ભૂલોકની માંય;
કેરૂબો મધ્યે રહેનાર, પોઢયો તે ગભાણે ધાર. જય.
બોલો બોલો, હે ઘેટાંપાળ, ઘેટાંની તજી સંભાળ;
છોડી તેને પહાડી વાટ, શું કે'વા ઈચ્છો છો વાત? જય.
"અમો હતા ઘેટાં પાસ, થયું તેજસ્વી આકાશ;
'ભૂએ શાંતિ' ગાતાં ગાન, દૂતે દીધી ત્રાતા જાણ." જય.
હે ઈસુ, નિષ્કલંક બાળ, તું તો કેવો છે પ્રેમાળ;
તજી સૌથી ઊંચું સુખ, નીચે આવ્યો વેઠવા દુ:ખ. જય.
હે પવિત્ર નમ્ર બાળ, પ્રેમી મુખે શિક્ષણ આલ;
થઈએ અમો તું સમાન, નમ્ર અને પ્રીતિમાન. જય.