73

Revision as of 01:10, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૭૩ - માગી લોકો ઉમંગે== {| |+૭૩ - માગી લોકો ઉમંગે |- |૧ |માગી લોકો ઉમંગે દોર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૭૩ - માગી લોકો ઉમંગે

૭૩ - માગી લોકો ઉમંગે
માગી લોકો ઉમંગે દોરનાર તારાની સંગે,
જોઈ પ્રભા તે તણી, ચાલ્યા બેથલેહેમ ભણી-
તેમ જ અમે કરીએ, પ્રભુ, તુજ ગમ ફરીએ.
તેઓ દોડ્યા ઉલ્લાસે, ત્રાતા, તુજ ગભાણ પાસે;
નમી ભજવા તારે પાય, સ્વર્ગ ને ભૂતળનો તું રાય-
તેમ દયાસન પાસે નિત હર્ષે આવવા રાખીએ રીત.
તુજ ગભાણે ઉત્તમ દાન તેઓ લાવ્યા મૂલ્યવાન,
તેવો ઉદાર ભાવ ધરી, સર્વ મિલકત શુદ્ધ કરી,
સદા હર્ષે, હે ધણી, અર્પણ લાવીએ તુજ ભણી.
હે ઈસુ, પવિત્ર રાય, રાખજે સાંકડા રસ્તા માંય,
ભૌતિક જીવન પૂરું થાય, ત્યારે સ્વર્ગે લેજે રાય,
તારાની જરૂર નહિ જ્યાં તારો વૈભવ જોઈએ ત્યાં.
તેજસ્વી આકાશી દેશ, જ્યાં અજવાળું છે હંમેશ,
ત્યાં તું તેજ, આનંદ ને તાજ, આથમ્યા વિણ રવિરાજ,
ભૂપને સદા સ્તવીએ, હાલેલૂયા ગાઈએ.