71

From Bhajan Sangrah
Revision as of 01:07, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૭૧ - નાતાલનું ગીત== {| |+૭૧ - નાતાલનું ગીત |- | |(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ) ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૭૧ - નાતાલનું ગીત

૭૧ - નાતાલનું ગીત
(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ)
કર્તા : એમ. બી. સત્સંગી
ટેક : મારો પ્રિય ઈસુ નાથ, જન્મ્યો પતિતોને માટ,
પતિતોને માટ ઈસુ, પતિતોને માટ.
સ્વર્ગી સુખ ને મહિમા મૂકી થયો તે બહુ લીન;
માનવ પાપનિવારણ અર્થે જન્મ્યો નાતાલ દિન. મારો.
પોઢેલો છે ગભાણ માંહે દેવ તણો એ સુત;
સ્વર્ગી દૂતો ગીતો ગાઓ, મસીહ છે અદ્ભુત. મારો.
માગી લોક ઉમંગે આવ્યા દર્શન કરવા માટ;
બાળરાયને અર્પણ અર્પી પ્રણમે ભલીભાત. મારો.
પાપ તણો અનુતાપ કરીને વિશ્વાસ રાખો, ભ્રાત;
ત્રાતા ઈસુ ખ્રિસ્ત ખરેખર તારે માનવ જાત. મારો.
હ્રદયરૂપી અર્પણ આજે માગે ઈસુ નાથ;
મનની માંહે ગાદી સ્થાપી રહેવા સદા સાથ. મારો.
નાતાલ કેરા શુભ પ્રસંગે ખ્રિસ્તી મિત્રો ઈષ્ટ
હર્ષિત સાદે સઘળા બોલો, "જય, જય, ઈસુ ખ્રિસ્ત." મારો.