69

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૬૯ - આવી આનંદી નાતાલ

૬૯ - આવી આનંદી નાતાલ
ગરબીનો ઢાળ
(તાલ : કેહરવા)
(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ)
કર્તા : કા. મા. રત્નગ્રાહી
ટેક : આવી આનંદી નાતાલ, જન્મ્યો ખ્રિસ્ત, પ્રભુ, ભૂપાળ.
રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજનાર;
સ્વર્ગી ગૌરવ મૂકી લીધો માનવનો અવતાર. આવી.
જગસ્વામીએ જગ પર કીધી ભારે અદ્ભુત મ્હેર;
કન્યા મરિયમ પેટે જન્મ્યો દાઊદ કેરે શહેર. આવી.
દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય;
મનહર સુંદર રાગે તેઓ ખ્રિસ્ત જયંતી ગાય. આવી.
હે જગવાસી, જાગૃત થાજો હર્ષે ગાઓ ગાન;
તમ કાજે આ છે શુભ વાર્તા, સુણો દઈને ધ્યાન. આવી.
તારે કાજે, મારે કાજે, સૌ માનવને કાજ;
શુભ વાર્તા આ સૌને કાજે, જન્મ્યો ત્રાતા આજ. આવી.
હે જગવાસી, હર્ષ કરીને દો ત્રાતાને માન;
જન્મેલા રાજાનાં ગાઓ જય જય કરતાં ગાન. આવી.
આવ્યો છે એ જગને કાજે, છોડી સ્વર્ગી ધામ;
ગૌરવના રાજાને આપો, મનડાં માંહે ઠામ. આવી.
ગભાણે પોઢેલો તે પણ રહેવા દો નહિ ત્યાંય;
આપો હૈયું રહેવા તેને, રહેશે સ્વર્ગી રાય. આવી.
ઉરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ, આનંદ થાય;
ખ્રિસ્ત જયંતી સુખકર થાશે, દુ:ખડાં સર્વ જાય. આવી.

Phonetic English

69 - Aavi Aanandi Naatal
Garbino Dhaad
(Taal : Keharavaa)
(Maaraa Praanapriya Isu - Ae Raag)
Kartaa : Kaa. Maa. Ratnagraahi
Tek : Aavi aanandi naatal, janmyo khrist, prabhu, bhoopaal.
1 Raajaaono raajaa ane shrushtino shrujanaar;
Swargi gaurav muki lidho maanavano avtaar. Aavi.
2 Jagaswamiae jag par kidhi bhaare adbhut mher;
Kanyaa mariyam pete janmyo daaud kere shaher. Aavi.
3 Duto shwetambar paherelaa aakaashe dekhaay;
Manahar sundar raage teo khrist jayanti gaay. Aavi.
4 He jagvaasi, jagrut thaajo harshe gaao gaan;
Tam kaaje aa che shubh vaartaa, suno daine dhyaan. Aavi.
5 Taare kaaje, maare kaaje, sau maanavane kaaj;
Shubh vaartaa aa saune kaaje, janmyo traataa aaj. Aavi.
6 He jagvaasi, harsh karine do traataane maan;
Janmelaa raajaanaa gaao jay jay kartaa gaan. Aavi.
7 Aavyo che ae jagne kaaje, chodi swargi dhaam;
Gauravnaa raajaane aapo, manadaa maanhe dhaam. Aavi.
8 Gabhaane podhelo te pan rahevaa do nahi tyaay;
Aapo haiyu rahevaa tene, raheshe swargi raay. Aavi.
9 Ure khrist rahe to puri shaanti, aanand thaay;
Khrist jayanti sukhkar thaashe, dukhda sarv jaay. Aavi.

Image

Media - Traditional Instrumental Tune

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Chords

    G        C          D         G
ટેક: આવી આનંદી નાતાલ, જન્મ્યો ખ્રિસ્ત, પ્રભુ, ભૂપાળ.
    G             D        G   
૧.  રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજનાર;
    C               D         G
    સ્વર્ગી ગૌરવ મૂકી લીધો માનવનો અવતાર. આવી.