69

From Bhajan Sangrah
Revision as of 01:04, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૬૯ - આવી આનંદી નાતાલ== {| |+૬૯ - આવી આનંદી નાતાલ |- | |ગરબીનો ઢાળ |- | |(તાલ : કેહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૬૯ - આવી આનંદી નાતાલ

૬૯ - આવી આનંદી નાતાલ
ગરબીનો ઢાળ
(તાલ : કેહરવા)
(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ)
કર્તા : કા. મા. રત્નગ્રાહી
ટેક : આવી આનંદી નાતાલ, જન્મ્યો ખ્રિસ્ત, પ્રભુ, ભોપાળ.
રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજનાર;
સ્વર્ગી ગૌરવ મૂકી લીધો માનવનો અવતાર. આવી.
જગસ્વામીએ જગ પર કીધી ભારે અદ્ભુત મ્હેર;
કન્યા મરિયમ પેટે જન્મ્યો દાઊદ કેરે શહેર. આવી.
દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય;
મનહર સુંદર રાગે તેઓ ખ્રિસ્ત જયંતી ગાય. આવી.
હે જગવાસી, જાગૃત થાજો હર્ષે ગાઓ ગાન;
તમ કાજે આ છે શુભ વાર્તા, સુણો દઈએ ધ્યાન. આવી.
તારે કાજે, મારે કાજે, સૌ માનવને કાજ;
શુભ વાર્તા આ સૌને કાજે, જન્મ્યો ત્રાતા આજ. આવી.
હે જગવાસી, હર્ષ કરીને દો ત્રાતાને માન;
જન્મેલા રાજાનાં ગાઓ જય જય કરતાં ગાન. આવી.
આવ્યો છે એ જગને કાજે, છોડી સ્વર્ગી ધામ;
ગૌરવના રાજાને આપો, મનડાં માંહે ઠામ. આવી.
ગભાણે પોઢેલો તે પન રહેવા દો નહિ ત્યાંય;
આપો હૈયું રહેવા તેને, રહેશે સ્વર્ગી રાય. આવી.
ઉરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ, આનંદ થાય;
ખ્રિસ્ત જયંતી સુખકર થાશે, દુ:ખડાં સર્વ જાય. આવી.