67

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૬૭ - જયગાન

૬૭ - જયગાન
ગરબી (તાલ : કેહરવા)
( આવવાને દે આજે - એ રાગ)
કર્તા : કા. મા. રત્નગ્રાહી
ટેક : ગાઓ જયગાન આજે, ગાઓ જયગાન;
દૂતો સાથે ગાઓ આજે, જય જય ગાન.
સ્વર્ગવાસી દેવ આવ્યો, માનવીની પાસ;
દૂતોનો સ્વામી તે બન્યો, અહીં નમ્ર દાસ. ગાઓ.
તજ્યું સ્વર, તજ્યું ઘર, ગૌરવી રહેઠાણ;
ધરી નરદેહ તેણે સ્વીકારી ગભાણ. ગાઓ.
ગરીબ, લાચાર, પીડાયેલા પાપીઓને કાજ;
ગરીબ થયો ઉદ્ધારવાને, ધરી નહીં લાજ. ગાઓ.
પતિતોને તારવાને કેવી કીધી રહેમ
અધમો ઉદ્ધારવાને કેવો છે આ પ્રેમ ! ગાઓ.
ત્રાતા, અમે સહુ થઈએ, નમ્ર તું સમાન;
સ્મરી તારી પ્રીતિ અમે ગાઈએ જયગાન. ગાઓ.
આનંદી નાતાલ તને, સ્મરીએ એ રીત;
પ્રભુ ઈસુ તણું મન, ધરીએ ખચીત. ગાઓ.

Phonetic English

67 - Jaygaan
Garbi (Taal : Kehravaa)
( Aavavaane de aaje - Ae raag)
Kartaa : Kaa. Maa. Ratnagraahi
Tek : Gaao jaygaan aaje, gaao jaygaan;
Duto sathe gaao aaje, jay jay gaan.
1 Swargavaasi dev aavyo, maanvini paas;
Dutono swami te banyo, anhi namr daas. Gaao.
2 Tajyu Swar, Tajyu ghar, gauravi rahethaan;
Dhari nardeh tene swikaari gabhaan. Gao.
3 Garib, Laachaar, pidaayelaa paapione kaaj;
Gareeb thayo uddhaarvaane, dhari nahi laaj. Gao.
4 Patitone taarvaane kevi kidhi rahem
Adhamo uddhaarvaano kevo che aa prem ! Gao.
5 Traataa, ame sahu thaiae, namr tu samaan;
Smari taari priti ame gaaiae jaygaan. Gao.
Aanandi naataal tane, smariae ae reet;
Prabhu Isu tanu man, dhariae khachit. Gao.

Image

Media - Traditional Tune

Media - Composition By : Late Mr. Johnson Daniel Sung By CNI Ellisbrdge Choir on 28-12-2019

Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Chords

     C              G
ટેક : ગાઓ જયગાન આજે, ગાઓ જયગાન;
     F                G       C
     દૂતો સાથે ગાઓ આજે, જય જય ગાન.
     C               G
૧.   સ્વર્ગવાસી દેવ આવ્યો, માનવીની પાસ;
     F                G      C
     દૂતોનો સ્વામી તે બન્યો, અહીં નમ્ર દાસ. ગાઓ.