64

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૬૪ - ખુશી ખુશી છે આજ !

૬૪ - ખુશી ખુશી છે આજ !
શરણાગત : ગરબીનો ઢાળ
(તાલ : કહેરવા)
કર્તા : રામસિંહ કહાનદાસ
ટેક : ખુશી ખુશી છે આજ, ઈસુ ખ્રિસ્તે પાપી સારુ
ખુશી ખુશી છે આજ ! જન્મ લીધો તે કાજ.
આકાશી સંદેશો આવ્યો, ભરવાડોની પાસ,
ઘેટાં કેરી રક્ષા કરતાં, કરતા ખેતર વાસ. ખુશી.
પ્રકાશ તેઓ પાસે પડિયો, થયા બહુ જ ભયભીત,
કારણ ઈશ્વર મહિમા દીઠો, જે બહુ પ્રકાશિત. ખુશી.
દૂતે દિલાસો ત્યાં દીધો, બીશો નહિ, ઓ ભાઈ,
બહુ આનંદી વાર્તા સુણો, તેની છે જ વધાઈ. ખુશી.
સર્વ જનને સારુ તે તો આવી આ જગમાંય;
ઉતાવળથી દોડી જાઓ, જાઓ શહેર માંય. ખુશી.
દાઉદ કેરા શહેર મધ્યે જુઓ તારણહાર;
લૂગડે તે વીંટાળેલો છે ગભાણમાં આ વાર. ખુશી.
દૂતોની સેના ત્યાં પ્રગટી, લાવી મુક્તિવાત,
ગગને ઊંચ સ્વરે બૂમ પાડી કીધો મોટો નાદ: ખુશી.
"પરમ ઊંચામાં પ્રભુને મહિમા, પૃથ્વી ઉપર શાંત,
માણસ મધ્યે પ્રસન્નતા થાઓ, ભાગે મનની ભ્રાંત." ખુશી.
ઘેટાંપાળક દોડી આવ્યા, આવ્યા શહેર માંય;
મરિયમ, યૂસફ, બાળક દીઠાં, હતો તબેલો જ્યાંય. ખુશી.
ઘૂંટણ ટેકી સેવા કીધી, મળ્યો તારણહાર,
નાતાલે તેહ જન્મ પામ્યો, સંભારો આ વાર. ખુશી.

Phonetic English

64 - Khushi khushi che aaj !
Sharnaagat : Garbino dhaal
(Taal : Kahervaa)
Kartaa : Ramsinh kahaanadaas
Tek : Khushi khushi che aaj, Isu khriste paapi saaru
Khushi khushi che aaj ! Janm lidho te kaaj.
1 Aakaashi sandesho aavyo, bharvadoni paas,
Ghenta keri rakshaa kartaa, kartaa khetar vaas. Khushi.
2 Prakaash teo paase padiyo, thayaa bahu aj bhaybhit,
Kaaran Ishwar mahimaa ditho, je bahu prakaashit. Khushi.
3 Doote dilaaso tyaa didho, bisho nahi, o bhai,
Bahu aanandi vaartaa suno, teni che je vadhai. Khushi.
4 Sarv janane saaru te to aavi aa jagmaay;
Utaavalathi dodi jao, jao shaher maay. Khushi.
5 Daud kera shaher madhye juo taaranhaar;
Lugade te vintaalelo che gabhanamaa aa vaar. Khushi.
6 Dootoni senaa tyaa pragati, laavi muktivaat,
Gaganane uun sware boom paadi kidho moto naad: Khushi.
7 "Param unchaamaa prabhune mahimaa, pruthvi upar shaant,
Maanas madhye prasannataa thao, bhage manani bhraant." Khushi.
8 Ghetapalak dodi aavyaa, aavyaa shaher maay;
Mariyam, usaf, balak didhaa, hato tabelo jyaay. Khushi.
9 Ghuntan teki sevaa kidhi, malyo taaranhaar,
Naataale teh janm paamyo, sambhaaro aa vaar. Khushi.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Chords

    G         C    D         G   
ટેક: ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ !
    G        C     D         G
    ઈસુ ખ્રિસ્તે પાપી સારુ, જન્મ લીધો તે કાજ.
    G                D      G
૧.  આકાશી સંદેશો આવ્યો, ભરવાડોની પાસ,
    G      Em       C      G      
    ઘેટાં કેરી રક્ષા કરતાં, કરતા ખેતર વાસ. ખુશી.