61

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૬૧ - જયવંતી નાતાલ

૬૧ - જયવંતી નાતાલ
(ગુણવંતી ગુજરાત - એ રાગે)
કર્તા : કા.મા.રત્નગ્રાહી
ટેક : જયવંતી નાતાલ, સ્મરું હું જયવંતી નાતાલ;
ખ્રિસ્ત જયંતી કાળ, સ્મરું હું જયવંતી નાતાલ.
ધન ધન દેશ યહુદા તુજને, ધન બેથલેહેમ ગામ;
ધન ધન સીમા ગામ તણી, ત્યાં થઈ રઢિયાળી જામ.સ્મરું.
શ્વેતાંબર પરિધાન કરીને, સ્વર્ગી દૂતો ત્યાંય;
ખ્રિસ્ત જયંતી કેરું રૂડું મંગળ ગાયન ગાય.સ્મરું.
"પરમ ઊંચામાં પ્રભુને મહિમા, શાંતિ પૃથ્વીમાંય":
મધુર સ્વરોનો રણકો આજે જગમાંહે સંભળાય.સ્મરું.
આનંદી શુભ વાર્તા સુણી, ધન ધન ઘેટાંપાળ !
બાળ પ્રભુનાં દર્શન કરવા ધસિયા સૌ તત્કાળ.સ્મરું.
ચકચકતા તારાને તેજે આવ્યા માગી ત્યાંય;
વિધ વિધનાં અર્પણ લાવીને લાગ્યા પ્રભુને પાય.સ્મરું.
ચાલો ઘેટાંપાળક સંગે, પ્રભુનાં દર્શન કાજ;
જ્ઞાની સંગે અર્પણ કરીને, તન મન, ધનનું આજ.સ્મરું.

Phonetic English

61 - Jayvanti naataal
(Gunvanti Gujarat - A Raage)
Kartaa : Kaa.Maa.Ratnagraahi
Tek : Jayvanti Naataal, smaru hu jayvanti naataal;
Khrist jayanti kaal, smaru hu jayvanti naataal.
1 Dhan dhan desh yahudaa tujne, dhan bethalehem gaam;
Dhan dhan seemaa gaam tani, tyaa thai rathiyaali jaam.Smaru.
2 Shwetaambar paridhaan karine, swargi duto tyaay;
Khrist jayanti keru rudu mangal gaayan gaay.Smaru.
3 "Param unchaamaa prabhune mahimaa, shaant pruthavimaay":
Madhur swarono ranako aaje jagmaahe sambhalaay.Smaru.
4 Aanandi shubh vaartaa sun, dhan dhan ghetaapaal !
Baal prabhunaa darshan karvaa dhasiyaa sau tatkaal.Smaru.
5 Chakchakataa taaraane teje aavyaa maagi tyaay;
Vidh vidhnaa arpan laavine laagyaa prabhune paay.Smaru.
6 Chaalo ghetaapaalak sange, prabhunaa darshan kaaj;
Gyaani sange arpan karie, tan man, dhananu aaj.Smaru.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati

Chords

ટેક :	
    D              
    જયવંતી નાતાલ, સ્મરું હું જયવંતી નાતાલ;
    A         D         A        D
    ખ્રિસ્ત જયંતી કાળ, સ્મરું હું જયવંતી નાતાલ.
    D         G              D
૧.  ધન ધન દેશ યહુદા તુજને, ધન બેથલેહેમ ગામ;
    D         G                D
    ધન ધન સીમા ગામ તણી, ત્યાં થઈ રઢિયાળી જામ,
    D
    ત્યાં થઈ રઢિયાળી જામ,
    D             G      A     D
    ત્યાં થઈ રઢિયાળી જામ. સ્મરું હું જયવંતી નાતાલ.