58

From Bhajan Sangrah
Revision as of 23:18, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૫૮ સૃષ્ટિજન્ય જ્ઞાન== {| |+૫૮ સૃષ્ટિજન્ય જ્ઞાન |- | |સુબોધ વૃત્ત |- | |"The heavens G...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૮ સૃષ્ટિજન્ય જ્ઞાન

૫૮ સૃષ્ટિજન્ય જ્ઞાન
સુબોધ વૃત્ત
"The heavens God’s glory do declare"
(ગીતશાસ્ત્ર ૧૯ને આધારે)
કર્તા : જે.વી. એસ. ટેલર
ચોગમ વાતાવર્ણ્, આસમાની આકાશ,
ચળક ચળક મંડાણ, જ્યોતિષ્માન પ્રકશ;
કર્તાનાં શુભ કર્મ દેખાડે દિન રાત,
દિન દિન પર છે કથન, નિશ નિશ પણ શુભ વાત.
શબ્દ પડે નહિ કાન, નહિ નીકળે પણ સાદ,
નિર્વાચા ગંભીર, તો પણ છે શુભ વાદ;
પરમ કવિ તણો રાગ, કર્તાનો આ છંદ,
ભંગ વિના છે તાળ, જુઓ આ પદબંધ.
જ્યાં જ્યાં માનવજત, જેને અંતર બુધ;
ભૂતળને સહુ ઠામ, બોધ લહે પરિશુદ્ધ;
મળે ન એવી દેશ, પાસે કે બહુ દૂર,
જ્યાં જોતાં કૃત રીત, જ્ઞાન વસે નહિ ઉર.
સૃષ્ટિ વિખે દેખાય, સૂરજ કાજે ધામ,
પ્રભાતમાં તે વીર દીસે છે નિજ ઠામ;
વર હરખે જેમ શુભ કન્યાને કાજ,
દીસે જ્યોતિષ્માન, હરકિત તે વરરાજ.