57

From Bhajan Sangrah
Revision as of 23:13, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૫૭ - ઈશ્વરની અચળ કૃપા માટે આભારસ્તુતિ== {| |+૫૭ - ઈશ્વરની અચળ કૃપા માટે ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૭ - ઈશ્વરની અચળ કૃપા માટે આભારસ્તુતિ

૫૭ - ઈશ્વરની અચળ કૃપા માટે આભારસ્તુતિ
૭,૭,૬,૬,૬,૬,૭
સ્વરો
(ગીતશાસ્ત્ર ૧૩૬)
Tune : Joyful
કર્તા : જેમ્સ ગ્લાસગો
ઈશ્વર કરે છે ઉપકાર, આપણે કરે છે ઉગાર,
તે સારો છે સહુકાળ;
ટેક : કેમ કે તેની કૃપા, કૃપા, કૃપા, કૃપા,
કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ.
દે દેવોના દેવને માન, એકલો તે છે મહિમાવાન,
તે સારી છે સહુકાળ; કેમ કે.
સંધાં સૃષ્ટના પ્રભુને, ત્રિલોકના મહાવિભુને
સ્તોત્રો કરો સહુકાળ; કેમ કે.
એકલો કરે ચમત્કાર, સર્વ લોક પર અધિકાર,
તેને ભજો સહુકાળ; કેમ કે.
સર્વા કરતાં બુદ્ધિમાન, સહુનો રક્ષકમ્ સ્તુતિમાન,
તે સારો છે સહુકાળ; કેમ કે.
આપના શત્રુને દંડી, લીધાં આપણે ખંડી,
તે તારક છે સહુકાળ; કેમ કે.
સહુ પર દયા લાવે છે, સહુને ખવડાવે છે,
તે દાતા છે સહુકાળ; કેમ કે.
દેવ આકાશી મહિમાવાન, તેને માનો સદ્ગુણવાન,
હમણાં તથા સહુકાળ; કેમ કે.