55

From Bhajan Sangrah
Revision as of 22:59, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૫૫ - છુટકારા માટે આભારસ્તુતિ== {| |+૫૫ - છુટકારા માટે આભારસ્તુતિ |- | |૮, ૮ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૫ - છુટકારા માટે આભારસ્તુતિ

૫૫ - છુટકારા માટે આભારસ્તુતિ
૮, ૮ ૬ સ્વરો
(ગીતશાસ્ત્ર ૧ ૧ ૬)
Tune : Ariel
કર્તા : જેમ્સ ગ્લાસગો
મેં પ્રભુને કર્યો છે સાદ, ને તેણે દીધો આશીર્વાદ,
હું કરીશ તેની પ્રીત;
હા, તેણે મને ધર્યો કાન, એ માટે તેને દઈ માન,
હું ભજન કરીશ નિત.
હું મોતથી થયો બહુ ભયભીત, પરલોકના ડરથી બહુ પીડિત,
ને દુ:ખથી બહુ લાચાર;
મેં કરી બહુ જ આરાધના, ને ઈશ્વરની બહુ પ્રાર્થના,
ઓ ઈશ્વર, મને તાર.
ઓ મારા આત્મા, જે આરાામ, ઈશ્વર પમાડે છે ત પામ,
તે તો અપાર ઉદાર;
મરણથી મને તાર્યો છે, ને મારો શોક ઉતાર્યો છે,
ને સાધ્યો છે સુધાર.
ઈશ્વરની મુજ પર ઘણી પ્રીત, ને આશિષો છે અગણિત,
હું માનું તેનો પાડ;
હું મુક્તિરૂપી વાટકો પીશ, ને પ્રભિ દેવનું નામ હું લઈશ,
તે ભયમાં થશે આડ.
ને તેના લોકોના જાણતાં હું વાળીશ મારી માનતા,
જ્યાં તેનું શુદ્ધસ્થાન;
હા, તેનું શહેર યરુશાલેમ, ત્યાં સઘળું છે કુશળ ને ક્ષેમ,
ઈશ્વરનાં કરો ગાન.