53

From Bhajan Sangrah
Revision as of 22:50, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૫૩ - ઈશ્વરની અપાર કૃપા== {| |+૫૩ - ઈશ્વરની અપાર કૃપા |- | |૮,૬ સ્વરો |- | |(ગીતશા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૩ - ઈશ્વરની અપાર કૃપા

૫૩ - ઈશ્વરની અપાર કૃપા
૮,૬ સ્વરો
(ગીતશાસ્ત્ર ૧૦૩)
Tune : St. Paul C.M.
કર્તા: જેમ્સ ગ્લાસગો
મારા આત્મા, પ્રભુને માન: ને મારા સહુ વિચાર;
પ્રભુને માનો, મારા જાન ન ભૂલતો પરોપકાર.
તે પાપની માફી લાવે છે, તાજું કરે છે તન;
વિનાશથી જીવ બચાવે છે, બક્ષે છે પુષ્કળ ધન.
મુખ રુચિ કરાવીને બહુ તૃપ્તિ આપે છે;
જુવાની પાછી લાવીને સમારી અથાપે છે.
ઈશ્વર કરુણારૂપ સદા, ને કોપે ઘણો ધીર;
ધમકી નહિ આપે સર્વદા, ને ક્રોધ ન કરે સ્થિર.
તેણે અમારાં પાપો માટ નહિ કર્યો પ્રતિકાર;
જેમ આકાશ ઊંચું જગત પર, તેમ પ્રીતિ છે અપાર.
અસ્ત ઉદયથી દૂર ઠરે છે, તેમ તે નિવારે પાપ;
ને પ્રભુ રહેમ કરે છે, જેવો દયાળુ બાપ.
સેવા કરો, તેના સમાજ, પ્રભુને આપો માન;
એમ કરો, તેનાં સર્વ રાજ, એમ જ કર, માર જાન.