505

From Bhajan Sangrah
Revision as of 02:57, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૦૫ - બાળપ્રેમી ઈસુ == {| |+૫૦૫ - બાળપ્રેમી ઈસુ |- |૧ |પ્રભુ ઈસુ સર્વનો રખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૦૫ - બાળપ્રેમી ઈસુ

૫૦૫ - બાળપ્રેમી ઈસુ
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ, ચાહે આખા જગનાં બાળ;
રંગ રંગના સઘળાં બાળ, દરેકની તે લે સંભાળ.
માંદાં, ભૂખ્યાં કે લાચાર, શોધી સૌને દે આધાર;
તેડે સૌને પોતા પાસ, આશિષો દેવાનો ખાસ.
લઈ ખોળે દર્શાવે પ્રેમ, દુ:ખીઓને રાખે ક્ષેમ;
આવે જેઓ ઈસુ પાસ, પામે સુખ ને સ્વર્ગવાસ.
અપરાધોની માફી થાય, શેતાન ઉપર જીત પમાય;
કોઈ કશાની રે' નહિ બીક, વાધે ગુણ ને શકિત અધિક.