505: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૦૫ - બાળપ્રેમી ઈસુ == {| |+૫૦૫ - બાળપ્રેમી ઈસુ |- |૧ |પ્રભુ ઈસુ સર્વનો રખ...")
(No difference)

Revision as of 02:57, 6 August 2013

૫૦૫ - બાળપ્રેમી ઈસુ

૫૦૫ - બાળપ્રેમી ઈસુ
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ, ચાહે આખા જગનાં બાળ;
રંગ રંગના સઘળાં બાળ, દરેકની તે લે સંભાળ.
માંદાં, ભૂખ્યાં કે લાચાર, શોધી સૌને દે આધાર;
તેડે સૌને પોતા પાસ, આશિષો દેવાનો ખાસ.
લઈ ખોળે દર્શાવે પ્રેમ, દુ:ખીઓને રાખે ક્ષેમ;
આવે જેઓ ઈસુ પાસ, પામે સુખ ને સ્વર્ગવાસ.
અપરાધોની માફી થાય, શેતાન ઉપર જીત પમાય;
કોઈ કશાની રે' નહિ બીક, વાધે ગુણ ને શકિત અધિક.