502

From Bhajan Sangrah
Revision as of 02:53, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૦૨ - રાજા ઈસુ આવ્યા == {| |+૫૦૨ - રાજા ઈસુ આવ્યા |- |ટેક: |રાજા ઈસુ આવ્યા, ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૦૨ - રાજા ઈસુ આવ્યા

૫૦૨ - રાજા ઈસુ આવ્યા
ટેક: રાજા ઈસુ આવ્યા, રાજા ઈસુ આવ્યા,
શેતાનને જીતવાને કાજે રાજા ઈસુ આવ્યા.
સ્વર્ગી વૈભવ છોડી, ગભાણ માંહે પોઢી,
સર્વ દેશની પ્રજા કાજે રાજા ઈસુ આવ્યા.
થયો હું આનંદી, સુણી આ વધામણી,
જગતનું પાપ હરવા કાજે રાજા ઈસુ આવ્યા.
પાપીને બોલાવી, શેતાનથી છોડાવી,
મનને શુદ્ધ કરવાને કાજે રાજા ઈસુ આવ્યા.
શાંતિ, આનંદ આપી, કરી પાપની માફી,
અનંતજીવન દેવા કાજે રાજા ઈસુ આવ્યા.
રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ,
સર્વ તેમની જય જય બોલો, રાજા ઈસુ આવ્યા.