501

From Bhajan Sangrah
Revision as of 02:51, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૦૧ - પ્રાર્થના == {| |+૫૦૧ - પ્રાર્થના |- |૧ |માગું, ઈશ્વર, આટલું બહુ રાખી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૦૧ - પ્રાર્થના

૫૦૧ - પ્રાર્થના
માગું, ઈશ્વર, આટલું બહુ રાખીને ખંત,
શક્તિ આપી દોરજો સઘળે સારે પંથ.
પાપે ભટકું ના કદી, ખોઉં નહિ વિશ્વાસ,
સારા માઠા અવસરે રાખું તમારી આશ.
વાસ કરી રુદિયે રહો, ફાવે નહિ શેતાન,
સંત બનાવી મુજને, પામો મહિમા, માન.