499

From Bhajan Sangrah
Revision as of 02:49, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૯૯ - પારણા વિષે લુથરનું ગીત == {| |+૪૯૯ - પારણા વિષે લુથરનું ગીત |- | |૬, ૫ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૯૯ - પારણા વિષે લુથરનું ગીત

૪૯૯ - પારણા વિષે લુથરનું ગીત
૬, ૫ સ્વરો
"Away in manger"
Tune : Cradle Song. R. C. H. 657
કર્તા: માર્ટિન લુથર,
૧૪૮૩-૧૫૪૬
અનુ. : ડી. પી. મકવાણા
ગભાણ માંહે જુઓ, પારણું પણ છે નહીં,
પ્રભુ ઈસુ પોતે સૂતેલો છે તહીં.
આકાશમાંના તારા નિહાળતા આ કાળ;
સૂકા ધાસની માંહે સૂતો ઈસુ બાળ.
ઢોરો ત્યાં બરાડે તેથી જાગે બાળ,
ઈસુ નાનો છે પણ રડે નહિ તે કાળ;
ઈસુ, તુજને ચાહું ! સ્વર્ગેથી નિહાળ,
મુજ બિછાના પાસે રહી મુજને સંભાળ.
પ્રભુ, મુજ પાસ રહે તું, પ્રભુ, પાસે રહે :
મુજ પર પ્રીતિ કરતાં સદા પાસે રહે.
પ્રિય બાળકોને આશિષ દઈ સંભાળ,
લઈ આકાશમાં તુજ પાસ રાખ આ સર્વે બાળ.