498

From Bhajan Sangrah
Revision as of 02:47, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૯૮ - અજવાળે == {| |+૪૯૮ - અજવાળે |- | |(બંગાળી ગીત પરથી) |- | |અનુ. : જે. એસ. સ્ટીવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૯૮ - અજવાળે

૪૯૮ - અજવાળે
(બંગાળી ગીત પરથી)
અનુ. : જે. એસ. સ્ટીવન્સન
ટેક: ચાલીએ સૌ અજવાળે, અજવાળે, અજવાળે,
ચાલીએ સૌ અજવાળે, ત્રાતાની સાથે.
ઈસુ પાસે હું જઈશ, અજવાળે, અજવાળે;
તેની સાથે હું ચાલીશ તેને અજવાળે. ચાલીએ.
પાપની માફી પામી લઈશ, અજવાળે, અજવાળે;
ભૂંડું સર્વ છોડી દઈશ તેને અજવાળે. ચાલીએ.
યત્ન કરું ઈસુ કાજ, અજવાળે, અજવાળે;
શક્તિ પામું લડવા આજ તેને અજવાળે. ચાલીએ.
શેતાન મને શું કરે ? અજવાળે, અજવાળે;
નિત્ય મને જય મળે તેને અજવાળે. ચાલીએ.
મારું મરણ જ્યારે થાય, અજવાળે, અજવાળે;
ત્યારે બીક ન લાગે કાંઈ તેને અજવાળે. ચાલીએ.
બાપના ઘરે જઈશું, અજવાળે, અજવાળે;
સદા સુખી રહીશું તેને અજવાળે. ચાલીએ.