497: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૯૭ - બાળકોને આવવા દો == {| |+૪૯૭ - બાળકોને આવવા દો |- | |(આવવાને દે- એ રાગ) |- | |...")
(No difference)

Revision as of 02:45, 6 August 2013

૪૯૭ - બાળકોને આવવા દો

૪૯૭ - બાળકોને આવવા દો
(આવવાને દે- એ રાગ)
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
ટેક: બોલાવે છે પાસ ઈસુ, બોલાવે છે પાસ,
નાનાં બાળકોને ઈસુ, બોલાવે છે ખાસ,
રોકશો ના કોઈ કદી, રોકશો ના કોઈ,
બાળનોને આવવા દો, રોકશો ના કોઈ. બોલવે.
ઝાઝો રાખે પ્રેમ ઈસુ, ઝાઝો રાખે પ્રેમ,
નાનાં બાળો ઉપર ઈસુ ઝાઝો રાખે પ્રેમ. બોલાવે.
ચાંપે હૈયા સાથ ઈસુ, ચાંપે હૈયા સાથ
બાથમાં લઈને તે તો ચાંપે હૈયા સાથ. બોલાવે.
દે છે આશીર્વાદ ઈસુ, દે છે આશીર્વાદ,
બાળક માથે મૂકી હાથો દે છે આશીર્વાદ. બોલાવે.
આપે સ્વર્ગી રાહ ઈસુ, આપે સ્વર્ગી રાજ,
નાનાં બાળકોને ઈસુ આપે સ્વર્ગી રાજ. બોલાવે.