495

From Bhajan Sangrah
Revision as of 02:42, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૯૫ - બાળકનો તારણહાર ઈસુ == {| |+૪૯૫ - બાળકનો તારણહાર ઈસુ |- |૧ |ઈસુ જે બાળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૯૫ - બાળકનો તારણહાર ઈસુ

૪૯૫ - બાળકનો તારણહાર ઈસુ
ઈસુ જે બાળનો તારણહાર, જનમ્યો ગભાણે નાતાલને વાર,
રે તેની પ્રીતિ અનંત ને અપાર, અવતર્યો મારે કાજ !
ઈસુ જે બાળનો તારણહાર, તે વધસ્તંભે થયો છે મરનાર,
રે તેની પ્રીતિ અનંત ને અપાર, મર્યો તે મારે કાજ !
ઈસુ જે બાળનો તારણહાર, ઊઠીને નીકળ્યો કબરની બહાર,
રે તેની પ્રીતિ અનંત ને અપાર, ઊઠયો છે મારે કાજ !
ઈસુ જે બાળનો તારણહાર, સ્વર્ગે ચઢી કરે નિત્ય ઉદ્ધાર,
રે તેની પ્રીતિ અનંત ને અપાર, જીવે છે મારે કાજ !
ઈસુ જે બાળનો તારણહાર, સ્વર્ગેથી પાછો છે તે ઊતરનાર,
રે તેની પ્રીતિ અનંત ને અપાર, આવશે તે મારે કાજ !