489

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૮૯ - ઈસુ ઘેટાંપાળક

૪૮૯ - ઈસુ ઘેટાંપાળક
ઈસુ ઘેટાંપાળક, લૂછે અશ્રુપાત;
ઉરે અમને રાખે, બીએ શાને માટ !
જઈએ પૂઠે તેની, જ્યાં તે દોરી જાય;
ઉજ્જડ રાનમાં થઈ યા લીલા બીડ માંય.
ઈસુ ઘેટાંપાળક, વાણી છે મધુર;
વાણી નમ્ર તેની, સુખી કરે ઉર.
ધકકાવે તે જ્યારે, વાણીમાં મીઠાશ;
દોરી જશે પોતે, અમો તેના ખાસ
ઈસુ ઘેટાંપાળક, મૂઓ ઘેટાં માટ;
ઘેટાં પરે પાડી લોહી કેરી છાંટ.
એથી તેણે કીધું મોટું આ નિશાન;
"તેઓ છે સહુ મારાં" પામ્યાં આત્માદાન.
ઈસુ ઘેટાંપાળક, પંડે દોરી જાય;
વરુ કે બીજાથી હાનિ ન કંઈ થાય.
મરણ કેરી ખીણે જો કે હોય કંઈ ભય,
ભૂંડાથી ના બીશું, ઘોર પર થશે જય.


Phonetic English

489 - Isu Ghetaanpaalak
1 Isu ghetaanpaalak, loochhe ashrupaat;
Ure amane raakhe, beeye shaane maat !
Jaeeye poothe teni, jyaan te dori jaay;
Ujjad raanamaan thai ya leela beed maanya.
2 Isu ghetaanpaalak, vaani chhe madhur;
Vaani namra teni, sukhi kare ur.
Dhakakaave te jyaare, vaaneemaan meethaash;
Dori jashe pote, amo tena khaas
3 Isu ghetaanpaalak, mooo ghetaan maat;
Ghetaan pare paadi lohi keri chhaant.
Ethi tene keedhun motun aa nishaan;
"Teo chhe sahu maaraan" paamyaan aatmaadaan.
4 Isu ghetaanpaalak, pande dori jaay;
Varu ke beejaathi haani na kani thaay.
Maran keri kheene jo ke hoy kani bhay,
Bhoondaathi na beeshun, ghor par thashe jay.

Image

Media - Hymn Tune : Goshen ( Bible Class )_By Nilesh Earnest