488

From Bhajan Sangrah
Revision as of 02:29, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૮૮ - પ્રભાત સમયે આભાર == {| |+૪૮૮ - પ્રભાત સમયે આભાર |- |૧ |આવો, બાળ, આવો, આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૮૮ - પ્રભાત સમયે આભાર

૪૮૮ - પ્રભાત સમયે આભાર
આવો, બાળ, આવો, આજે પ્રભાતે,
પ્રભુગુણ ગાઈએ સર્વ સંઘાતે. આવે.
રક્ષા કરી તેણે ગઈ કાલ રાતે,
સાજાં ઉઠાડયાં વળી આજે પ્રભાતે. આવો.
રાત અંધારી, બહુ કાળી કાળી,
પ્રભુ વિણ કરે કોણ રક્ષા તમારી ? આવો.
આજ દિન કામ માટ આશિષ માગો,
ગત કાળ ભૂલથાપ તે સહુ ત્યાગો. આવો.
પિતા, પુત્ર, વળી આત્માને નામે,
આજ દિન કામ પર આશિષ જામે. આવો.